પુસ્તક વિષે | About

સૌરાષ્ટ્રમાં 11મી ઓગસ્ટ 1979ની વર્ષાભરી રાત હતી. એક વિશાળ જળાશયના કિનારે આવીને એક કાદવવાળી જીપ થોભી. એમાંથી ઊતરતાં લોથપોથ સરકારી ઇજનેર સામેનું દૃશ્ય જોઈને અવાચક થઈ ગયા. દસ દિવસની એકધારી અતિવૃષ્ટિ છતાં સરોવર ખાલીખમ પડ્યું હતું. બે માઈલ લાંબો મચ્છુ બંધ-2 ધોવાઈ ગયો હતો અને તેના જળાશયનાં પાણી મોરબી શહેર પર ત્રાટક્યાં હતાં. ઇતિહાસનું એક સૌથી પ્રાણઘાતક ઘોડાપૂર બની ચૂક્યું હતું.

‘ઝીલો રે મચ્છુનો પડકાર’ આ જળહોનારતની કરુણ અને અદ્ભૂત ગાથા પ્રથમ વાર રજૂ કરે છે. દુર્ઘટનાનાં બીજ નવોદિત ભારતના જળયોજનાઓ પ્રત્યેના ઉમંગમાં વવાય છે. તોતિંગ પાળા અને સરોવરો આકાર લે છે પણ જળવિકાસની ધમાલમાં કેટલાંક કુદરતી પરિબળો અવગણાય છે. દિવસોના મુશળધાર વરસાદ પછી મચ્છુ બંધ-૨ ફાટે છે ત્યારે હેઠવાસના લોકો પ્રલયમાં સપડાઈ જાય છે. એક ક્ષણમાં અનેક જીવન ભાંગી પડે છે. હજારોની જાનહાનિ થાય છે જોકે હોનારતનો ચોક્કસ મૃત્યઆંક કદી બહાર આવતો નથી. પૂરમાંથી બચેલા માણસો તેનો પડકાર ઝીલવા ઝઝૂમે છે તે દરમ્યાન બંધના ભંગાણના કારણો શોધવાનો લાંબો અને કઠિન સંઘર્ષ ચાલે છે.

પૂરનાં ડહોળાં પાણીએ મોરબી-માળિયાનો સત્યાનાશ કર્યો ત્યાર પછીના ત્રણ દાયકામાં હોનારતની સ્મૃતિ ઝાંખી થતી ગઈ છે. હજારો દસ્તાવેજોમાંથી એકઠી કરેલી માહિતી અને 148 મુલાકાતીઓની કથનીઓ વણીને ‘ઝીલો રે મચ્છુનો પડકાર’ આ સ્મૃતિને નવતર રૂપે જીવંત કરે છે. ઘૂઘવતાં પાણી સામે અંતિમ આશરો બનેલાં છાપરાંથી માંડીને સત્યની શોધમાં છેવટનો રંગમંચ બનેલા હાઈકોર્ટ સુધી આ પુસ્તક દુર્ઘટનાનાં દૃશ્યોને પ્રકોપ અનુભવનારાના શબ્દોમાં જ ચીતરે છે.

ઝીણવટભર્યા ઐતિહાસિક સંશોધનનો આધાર લઈને આ કહાણી નવલકથાના રૂપે ખીલે છે. ભીષણ જળહોનારત વર્ણવાની સાથેસાથે એ રજવાડી ભૂતકાળમાંથી ઔદ્યોગિક ભવિષ્યકાળ તરફ પ્રયાણ કરતા સૌરાષ્ટ્રનો આબેહૂબ ચિતાર પણ આપે છે. ‘ઝીલો રે મચ્છુનો પડકાર’ માત્ર માનવ નિષ્ફળતાની નહિ, પરંતુ જિજીવિષા, હિંમત, અને ન્યાયની ખેવનાની પણ સાક્ષી પૂરે છે.

On the rainy night of August 11, 1979, a mud-splattered jeep slowed to a halt by the shores of a vast man-made lake in western India. Stepping from the vehicle, an exhausted government engineer was shocked to find the lake empty after ten days of torrential monsoon showers. The two-mile-long Machhu Dam-II had washed away, sending its reservoir careening toward the industrial city of Morbi. One of history’s deadliest flash floods had just taken place.

No One Had a Tongue to Speak tells, for the first time, the heartbreaking story of the Machhu dam disaster. The seeds of the tragedy are planted as Indian politicians, swept up in the heady optimism of their country’s newfound independence, mandate a slew of dam-construction projects. Massive earthworks rise and vast reservoirs accumulate, but the rapid clip of development outpaces the skill of the engineers behind it. When the Machhu Dam-II gives way after days of incessant rains, residents of the downstream river valley are plunged into a watery hell. Their lives are torn to pieces in an instant. Up to 25,000 perish, though the disaster’s true human toll is not known. As survivors grapple with the flood’s aftereffects, a long and fateful quest to determine responsibility for the dam’s failure ensues.

In the three decades since muddy floodwaters surged through the Machhu River Valley, the disaster has faded from collective memory. No One Had a Tongue to Speak revives it in striking form, weaving together stories from 148 interviews and extensive archival research. From the rooftops where survivors struggled amid the raging floodwaters to the courthouse chambers where lawyers searched for answers in the flood’s aftermath, this book presents the disaster in the words of those who lived through it.

Grounded in meticulous historical research, this eye-opening account of the Machhu dam disaster nonetheless unfolds like a novel as it recounts a historic human tragedy and paints a vivid portrait of an India torn between its feudal past and its industrial future. No One Had a Tongue to Speak attests not only to human error and neglect, but also to the compelling urge to survive, rebuild, and fight for justice.